અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે, જે શહેરીજનોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા એક સપ્તાહથી શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200ના આંકડાને સતત પાર કરી રહ્યો છે, જે 'ખરાબ' કેટેગરીનું પ્રદૂષણ સૂચવે છે.

અમદાવાદમાં સતત વધતું હવાનું પ્રદૂષણ 

શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI 200થી ઉપર નોંધાઈ રહ્યો છે, જે દર્શાવે છે કે સમગ્ર શહેરમાં હવાની ગુણવત્તા ગંભીર સ્તરે નીચે ગઈ છે. વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા AQIના આંકડા મુજબ છે.થલતેજમાં 237 AQI નોંધાયો, સોલામાં 215, ગ્યાસપુરમાં 205, સાઉથ બોપલમાં 212, ગોતામાં 222, ઉસ્માનપુરામાં 219, બોડકદેવમાં 234, મણિનગરમાં 207, એરપોર્ટ વિસ્તારમાં 220, સેટેલાઈટમાં 214, ચાંદખેડામાં 215 AQI નોંધાયો.

છેલ્લા એક સપ્તાહથી AQI 200ને પાર 

નોંધનીય છે કે થલતેજ વિસ્તારમાં 237 AQI નોંધાતા આ વિસ્તાર શહેરમાં સૌથી વધુ પ્રદૂષિત બન્યો છે. ૨૦૦થી ઉપરનો AQI શ્વાસ સંબંધિત બીમારીઓ ધરાવતા લોકો, વૃદ્ધો અને બાળકો માટે જોખમી ગણાય છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને તંત્ર દ્વારા આ વધતા AQIને નિયંત્રણમાં લેવા માટે કડક પગલાં ભરવા જરૂરી છે, જેથી શહેરીજનો સ્વસ્થ વાતાવરણમાં શ્વાસ લઈ શકે.

આ પણ વાંચો: નરોડામાં ગેરકાયદે બાંધકામ પર તવાઈ, કમળ તળાવ પાસેથી દબાણ હટાવવા HCની લીલીઝંડી