આંતરરાજ્ય નવજાત બાળ તસ્કરી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી યુનુસખાન ઉર્ફે યુનુસ સિંધીને પોલીસ દ્વારા અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના રિમાન્ડની માંગણી કરતા જણાવ્યું હતું કે, આ રેકેટના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે અને હજુ પણ અનેક બાળકોની તસ્કરી થઈ હોવાની આશંકા છે. કોર્ટે તમામ દલીલોને ધ્યાને રાખીને આરોપી યુનુસખાનના તારીખ 07/02/2026 સુધીના એટલે કે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમયગાળા દરમિયાન પોલીસ આરોપીની કડક પૂછપરછ કરશે, જેમાં બાળકો ક્યાંથી લાવવામાં આવતા અને કોને વેચવામાં આવતા તે અંગેના ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.


બાળ તસ્કરી કેસમાં મોટી સફળતા

બીજી તરફ, આ જ કેસમાં અગાઉ પકડાયેલા અન્ય ત્રણ આરોપીઓના રિમાન્ડની મુદત પૂર્ણ થતા તેમને ફરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અદાલતે આ ત્રણેય આરોપીઓને સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. પોલીસ હવે યુનુસ સિંધીના રિમાન્ડ દરમિયાન તેની મોડસ ઓપરેન્ડી અને આ નેટવર્કમાં સામેલ અન્ય સફેદપોશ લોકો કે એજન્ટો વિશે માહિતી એકત્રિત કરશે. આગામી દિવસોમાં આ મામલે અન્ય રાજ્યોમાં પણ પોલીસની તપાસ લંબાઈ શકે છે.

આ પણ વાંચો : Valsad માં ભ્રષ્ટાચારનો ‘બ્રિજ’ ખખડ્યો, વારોલી બ્રિજમાં મોટી તિરાડો પડતા લોકોમાં ફફડાટ

  • Follow us on: