અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 9, 11, 14 અને 18 ફેબ્રુઆરીએ T20 વર્લ્ડ કપની મહત્વની મેચો યોજાવા જઈ રહી છે. આ મેચો દરમિયાન સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકોની ભીડ ઉમટવાની શક્યતાને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, જનપથ ટી-જંકશનથી મોટેરા ગામ સુધીનો માર્ગ સામાન્ય ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. જોકે, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઈમરજન્સી સેવાઓ માટે રસ્તાઓ ખુલ્લા રહેશે, જેથી કોઈ અણધારી આફત સમયે કામગીરીમાં અવરોધ ન આવે.


ટ્રાફિક એડવાઈઝરી

વાહનચાલકોને કોઈ હાલાકી ન પડે તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે મુસાફરો આ માર્ગનો ઉપયોગ કરવા માંગતા હોય તેમણે તપોવન સર્કલથી ONGC અને વિસત થઈને જઈ શકશે. આ ઉપરાંત શરણ સ્ટેટસથી ભાટ કોટેશ્વર રોડનો ઉપયોગ પણ વૈકલ્પિક માર્ગ તરીકે કરી શકાશે. ટ્રાફિક પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે મેચના દિવસોમાં ટ્રાફિક જામની સમસ્યા ટાળવા માટે જાહેરનામાનું પાલન કરે અને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન એટલે કે મેચ સ્પેશિયલ મેટ્રોનો ઉપયોગ કરે.

આ પણ વાંચો : Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, ઓનલાઈન ઓર્ડરમાં 'ખેલ' કરતી સુરત-રાજસ્થાનની ગેંગ ઝડપાઈ


  • Follow us on: