અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચે વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે. માત્ર એક સપ્તાહના ગાળામાં ક્રાઇમબ્રાંચે NDPS એક્ટ હેઠળ કુલ 11 કેસ નોંધ્યા છે અને નશાના કારોબારમાં સંડોવાયેલા 14 આરોપીઓની ધરપકડ કરી છે.


MD ડ્રગ્સના 6 કેસ, ગાંજાના 4 કેસ તથા ચરસનો 1 કેસ નોંધાયો

ક્રાઇમબ્રાંચની કાર્યવાહી દરમિયાન MD ડ્રગ્સના 6 કેસ, ગાંજાના 4 કેસ તથા ચરસનો 1 કેસ નોંધાયો છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ રૂ.56 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

533 ગ્રામ MD ડ્રગ્સ, 12,556 ગ્રામ ગાંજો અને 45 ગ્રામ ચરસનો સમાવેશ

 જેમાં 533 ગ્રામ MD ડ્રગ્સ, 12,556 ગ્રામ ગાંજો અને 45 ગ્રામ ચરસનો સમાવેશ થાય છે. ઉપરાંત પ્રતિબંધિત સીરપની 6 બોટલ પણ નશાના પેડલરો પાસેથી કબજે કરવામાં આવી છે.

સરખેજ, દરિયાપુર, જુહાપુરા, વટવા અને ખાનપુર જેવા વિસ્તારોમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા

ઝુંબેશ દરમિયાન સરખેજ, દરિયાપુર, જુહાપુરા, વટવા અને ખાનપુર જેવા વિસ્તારોમાંથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ જણાવ્યું હતું.

નશાના કારોબારીઓમાં ફફડાટ ફેલાયો

અધિકારીઓના જણાવ્યા અનુસાર નશાના દૂષણ સામે આવી કાર્યવાહી આગળ પણ યથાવત રહેશે. શહેરના યુવાનોને નશાની ચપેટમાંથી બચાવવા અને જાહેર સુરક્ષા જાળવવા માટે ક્રાઇમબ્રાંચ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ કાર્યવાહીથી નશાના કારોબારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનું પણ જાણવા મળે છે.


આ પણ વાંચો---   Gujarat Flashback 2025 : આ વર્ષે ગુજરાત રહ્યું હતું અગ્રેસર, સ્વચ્છતામાં અમદાવાદને મળ્યો હતો સૌથી સ્વચ્છ મોટા શહેરનો એવોર્ડ તો સુરત અને ગાંધીનગર પણ

  • Follow us on: