અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને ઓનલાઈન છેતરપિંડી આચરતી ગેંગ વિરુદ્ધ મોટી સફળતા મળી છે. RTO ના નામે નકલી ઇ-ચલણ (E-Challan) મોકલી લોકોના બેંક એકાઉન્ટ સાફ કરી નાખતા આરોપી ઘનશ્યામ બારૈયાની ધરપકડ કરવામાં આવી છે.
શું હતી છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી?
આરોપી ઘનશ્યામ લોકોના મોબાઈલ પર RTO ઇ-ચલણ ભરવા માટેની એક લિંક અથવા APK ફાઈલ મોકલતો હતો. જેવી વ્યક્તિ આ ફાઈલ ડાઉનલોડ કરે કે તરત જ તેનો મોબાઈલ હેક થઈ જતો હતો. ત્યારબાદ આરોપી મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ મેળવીને બેંકિંગ એપ્લિકેશન દ્વારા પૈસા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતો હતો.
