અમદાવાદના વ્યસ્ત રિંગ રોડ પર ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે ટ્રાફિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
જાહેર માર્ગ પર જોખમી ડ્રાઇવિંગ
અમદાવાદના નરોડાથી નાના ચિલોડા તરફ જવાના રિંગ રોડ પર આ ઘટના બની છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અનેક વાહનચાલકો પોતાનો સમય બચાવવા માટે અને મુખ્ય માર્ગ પર ટ્રાફિકથી બચવા માટે બેખૌફ બનીને રોંગ સાઇડમાં ગાડીઓ દોડાવી રહ્યા છે. આ પ્રકારનું ડ્રાઇવિંગ માત્ર નિયમોનું ઉલ્લંઘન નથી, પરંતુ સામેથી આવતા નિર્દોષ વાહનચાલકો માટે જીવલેણ અકસ્માતનું કારણ પણ બની શકે છે.










