પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ દ્વારા સરકારી અધિકારીઓની જાસૂસી કરવાનું એક મોટું નેટવર્ક કાર્યરત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ટેકનોલોજીનો દુરુપયોગ કરીને માફિયાઓ હવે પોલીસ અને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પર બાજ નજર રાખી રહ્યા છે.
'બંકા' વોટ્સએપ ગ્રુપ દ્વારા રેકી
પંચમહાલમાં 'બંકા' નામનું એક વોટ્સએપ ગ્રુપ સામે આવ્યું છે, જેનો ઉપયોગ ખનીજ માફિયાઓ દ્વારા 'રેકી' કરવા માટે કરવામાં આવે છે. આ ગ્રુપમાં સરકારી અધિકારીઓની ગાડીઓ ક્યારે ઓફિસથી નીકળે છે અને કયા રૂટ પર જઈ રહી છે, તેની પળેપળની વિગતો શેર કરવામાં આવે છે. ખાસ કરીને ગોધરા અને કાલોલ વિસ્તારના રૂટ, લોકેશન અને સમયની ચોક્કસ માહિતી ગ્રુપમાં મેસેજ અને ઓડિયો ક્લિપ દ્વારા વહેતી કરવામાં આવે છે.










