અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને માર્ગને પહોળો કરવાના હેતુથી આજે વહીવટી તંત્ર દ્વારા બળદેવનગરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સાબરમતી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી
સાબરમતી વિસ્તાર, બળદેવનગર વિસ્તારના મુખ્ય રોડને 24 મીટર જેટલો પહોળો કરવા માટે રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન 30 જેટલા ધાર્મિક તેમજ રહેણાંક મકાન એકમો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.










