મોરબી શહેરમાં પંચાસર રોડ પર મોડી સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં કારની ટક્કર વાગવાથી બાઇકચાલક આધેડનું કરુણ મોત નીપજ્યું છે. મોરબીના પંચાસર રોડ પર આ અકસ્માતની ઘટના બની હતી.


કારની અડફેટે બાઈક ચાલકનું મોત

 મોડી સાંજે શિવાભાઈ કાનાણી નામનો આધેડ પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે પાછળથી પૂરઝડપે આવતી એક કારે તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કરને કારણે બાઇકચાલક શિવાભાઈ કાનાણી નીચે પટકાયા હતા. તેમને માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન આધેડનું મોત

અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતક શિવાભાઈ કાનાણીના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવા અને અકસ્માત અંગેની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: કાંકરેજના ખિમાણા ગ્રામ પંચાયતના સરપંચ સસ્પેન્ડ, ગૌચરનું દબાણ ન હટાવવું ભારે પડ્યું


  • Follow us on: