અમદાવાદ શહેરમાં વહેલી સવારથી છવાયેલા ગાઢ ધુમ્મસના કારણે અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સેવાઓ પર વ્યાપક અસર જોવા મળી છે. ધુમ્મસને કારણે અમદાવાદ આવતી-જતી અંદાજે 30 જેટલી ફ્લાઇટ પર અસર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
હિમવર્ષાના કારણે બહારથી આવતી કેટલીક ફ્લાઇટ રદ્દ કરવાની ફરજ પડી
ઉત્તર ભારતના વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે બહારથી આવતી કેટલીક ફ્લાઇટ રદ્દ કરવાની ફરજ પડી છે. ખાસ કરીને દિલ્હી, શિમલા અને શ્રીનગરથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હોવાનું એરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું છે.













