રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેતા શિયાળાની અસર વધુ ગાઢ બની છે. ઉત્તર અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાતાં રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે.

 કંડલામાં 7.9 ડિગ્રી અને ભુજમાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું

હવામાન વિભાગના આંકડાઓ મુજબ કંડલામાં 7.9 ડિગ્રી અને ભુજમાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ઠંડીની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. અમરેલીમાં 9.7 ડિગ્રી જ્યારે રાજકોટમાં લઘુત્તમ તાપમાન 10.3 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

ડીસામાં 11.3 ડિગ્રી, કેશોદમાં 11.5 ડિગ્રી,

ઉત્તર ગુજરાતના ડીસામાં 11.3 ડિગ્રી, કેશોદમાં 11.5 ડિગ્રી, તેમજ મુન્દ્રમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું હોવાનું જણાવાયું છે.

અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીની અસર અનુભવાઈ રહી છે. ગાંધીનગરમાં 13.8 ડિગ્રી અને અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 14.2 ડિગ્રી જ્યારે સુરતમાં 14.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું.

ઠંડી યથાવત રહેવાની શક્યતા

ઠંડી વધતા વહેલી સવારે અને મોડી રાત્રે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો-----    Gandhinagar: રાજ્યના TRB જવાનો માટે સરકારનો મોટો નિર્ણય, દૈનિક વેતનમાં 50 ટકાનો ધરખમ વધારો