રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં પોલીસની ખભેખભા મિલાવીને કામ કરતા ટ્રાફિક બ્રિગેડ (TRB) ના જવાનો માટે રાજ્ય સરકારે એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતોનો અંત લાવી, સરકાર દ્વારા TRB જવાનોના દૈનિક માનદ વેતનમાં વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

TRB ના જવાનોના વેતનમાં રૂ. 150 નો વધારો

રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, ટ્રાફિક બ્રિગેડના જવાનોને અત્યાર સુધી જે દૈનિક રૂ. 300 માનદ વેતન મળતું હતું, તેમાં સીધો રૂ. 150 નો વધારો કરવામાં આવ્યો છે. હવેથી આ જવાનોને દૈનિક રૂ. 450 માનદ વેતન ચૂકવવામાં આવશે. આ નિર્ણય આજથી જ અમલી બનાવવામાં આવ્યો છે, જેના કારણે જવાનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

10,000 થી વધુ પરિવારોમાં દિવાળી જેવો માહોલ

સરકારના આ એક જ નિર્ણયથી રાજ્યભરના અંદાજે 10,000 થી વધુ TRB જવાનો અને તેમના પરિવારોને સીધો આર્થિક લાભ મળશે. મોંઘવારીના આ સમયમાં વેતનમાં થયેલો આ 50% નો વધારો જવાનોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.


આ પણ વાંચો: માંગરોળ નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, ભાજપના 8 સભ્યોની નારાજગીથી સત્તા સંકટમાં