ગુજરાતમાં હાલ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે મિશ્ર ઋતુનો માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી દિવસોમાં પણ બેવડી ઋતુની અસર યથાવત રહેશે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાને કારણે વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે પારો ઊંચકાતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માહોલ જામ્યો
હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. પવનની ગતિ વધવાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું જોર થોડું વધી શકે છે. બપોરના સમયે સૂર્યપ્રકાશની તીવ્રતા વધતા મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે.










