ગિરનારની તળેટીમાં યોજાનારા મિની કુંભ મેળાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ભક્તિમય મહોત્સવમાં સહભાગી થવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અહીં આયોજિત ભવ્ય 'ડમરૂ યાત્રા' અને ધર્મસભામાં વિશેષ હાજરી આપશે.
નાયબ મુખ્યમંત્રી ડમરૂ યાત્રામાં ઉપસ્થિત રહેશે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે બપોર બાદ ભવનાથમાં યોજાનારી ભવ્ય ડમરૂ યાત્રામાં ઉપસ્થિત રહેશે અને શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધારશે.યાત્રા બાદ આયોજિત વિશેષ ધર્મસભામાં પણ તેઓ હાજરી આપશે, જેમાં સાધુ-સંતો અને મહંતોના આશીર્વચન યોજાશે.










