શહેરના પોશ ગણાતા અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેણાંક મકાનની આડમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્કને પોલીસે ખુલ્લું પાડ્યું છે. સગરામપુરા વિસ્તારમાં બાતમીના આધારે ત્રાટકેલી અઠવાલાઇન્સ પોલીસે કુટણખાનાના બે સંચાલકો સહિત કુલ 6 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


બંધ મકાનમાં ચાલતો હતો ગોરખધંધો

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સગરામપુરાની ઝુંડાશેરીમાં આવેલી યશોદા રેસીડેન્સીના ગ્રાઉન્ડ ફ્લોર પર એક બંધ મકાનમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલી રહી છે. આર્થિક લાભ મેળવવા માટે સંચાલકો બહારથી મહિલાઓને બોલાવીને અહીં કુટણખાનું ચલાવતા હતા.

પોલીસે 'ગ્રાહક' બની પાડ્યા દરોડા

બાતમીની ચોકસાઈ કરવા માટે અઠવાલાઇન્સ પોલીસે એક સફળ પ્લાન બનાવ્યો હતો.પોલીસે એક પોલીસકર્મીને 'ડમી ગ્રાહક' બનાવીને મકાનમાં મોકલ્યો હતો. અંદર ગયેલા ગ્રાહકનો સંકેત મળતા જ પોલીસ કાફલો ત્રાટક્યો હતો અને સ્થળ પરથી સંચાલકો અને ગ્રાહકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો: Surat: ટ્રાફિક પોલીસની વહેલી સવારે સર્જિકલ સ્ટ્રાઈક, હીરાબાગ પાસે રોંગ સાઈડ આવતી 500 બસોને દંડ ફટકાર્યો

  • Follow us on: