શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર લેક વિસ્તારમાં મોડી રાત્રે એક ભયાનક કાર અકસ્માતની ઘટના સામે આવી છે. નશાની હાલતમાં ધૂત એક કાર ચાલકે ટ્રાફિકના નિયમો નેવે મૂકી ફૂલ સ્પીડમાં ગાડી હંકારી બે અન્ય કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વસ્ત્રાપુર લેક વિસ્તારમાં અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, વસ્ત્રાપુર લેક પાસેના મુખ્ય માર્ગ પર એક કાર ચાલક રોંગ સાઈડમાં ફૂલ સ્પીડે આવી રહ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ચાલક નશાની હાલતમાં હોવાથી કાર પરથી કાબૂ ગુમાવી બેઠો હતો અને રસ્તા પર જતી બે અન્ય કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ગાડીઓના કચ્ચરઘાણ નીકળી ગયા હતા.
