શહેરમાં નશામાં વાહન ચલાવવાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. વટવા વિસ્તારમાં આવેલ જોગણી માતાના મંદિર પાસે આજે એક કારચાલકે ભયાનક અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ કારચાલકની હાલત જોઈને સ્થાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.


વટવામાં નશામાં કારચાલકે કર્યો અકસ્માત

અકસ્માત થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. કારચાલક કારમાંથી બહાર નીકળી શકે તેવી હાલતમાં પણ નહોતો તેટલો તે નશામાં ચૂર હતો. જ્યારે લોકોએ કારની તલાશી લીધી ત્યારે અંદરથી દારૂની બોટલ મળી આવી હતી. આ જોતા જ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને તેમણે કારચાલકને ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી.

પોલીસે કારચાલકની અટકાયત કરી

વટવા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલકની અટકાયત કરી હતી. કારમાંથી મળેલી દારૂની બોટલ કબજે કરી આરોપી વિરુદ્ધ અકસ્માત તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ આરોપીના બ્લડ સેમ્પલ લઈને તે કેટલા નશામાં હતો તેની તપાસ પણ કરી રહી છે.

આ પણ વાંચો: Dahod: ગરબાડામાં શિવરાત્રીની શોભાયાત્રામાં કરતબ સમયે આગ ભભૂકી, એક વ્યક્તિનું જીવતું ભૂંજાય જવાથી મોત

  • Follow us on: