શહેરમાં દારૂબંધીના લીરેલીરા ઉડતી વધુ એક ઘટના સેટેલાઇટ જેવા પોશ વિસ્તારમાંથી સામે આવી છે. સેટેલાઇટમાં આવેલા ગોકુળ આવાસની બહાર કેટલાક શખ્સો સવારના સમયે જાહેરમાં દારૂ પીતા હોવાથી સ્થાનિક રહીશોનો પિત્તો ગયો હતો. આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો સેટેલાઇટ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.


 સેટેલાઇટમાં દારુડિયાઓથી લોકોમાં રોષ

મળતી માહિતી મુજબ, ગોકુળ આવાસની બહાર અસામાજિક તત્વો દ્વારા સવારના સમયે જ જાહેરમાં દારૂ પીવામાં આવે છે. સ્થાનિક રહીશો અને ખાસ કરીને મહિલાઓ તથા બાળકો માટે આ સ્થિતિ અસહ્ય બની ગઈ છે. જ્યારે સ્થાનિકોએ આ શખ્સોને જાહેરમાં દારૂ પીવાની ના પાડી અને ટકોર કરી, ત્યારે મામલો વધુ બિચક્યો હતો અને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસ દારુ પીનારા લોકોને છાવરતી હોવાનો આક્ષેપ

રહેવાસીઓનો ગંભીર આક્ષેપ છે કે સ્થાનિક પોલીસ આ દારૂડિયાઓને છાવરી રહી છે. અનેકવાર મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા, આજે સ્થાનિકોએ પોલીસ સ્ટેશન જઈને કડક પગલાં લેવાની માંગ કરી હતી. લોકોનું કહેવું છે કે જો પોલીસ સમયસર પેટ્રોલિંગ કરે તો આવા તત્વોને જાહેરમાં નશો કરવાની હિંમત ન થાય.

આ પણ વાંચો: Bhavnagar: ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ થાય તે પહેલાં તમામ રૂટ પરથી નડતરરૂપ દબાણોનો સફાયો



  • Follow us on: