ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે કુદરતે ફરી એકવાર ખેલ બગાડ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, સક્રિય થયેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફને કારણે રાજ્યના પૂર્વ અને ઉત્તર ભાગોમાં કમોસમી વરસાદની પ્રબળ સંભાવના છે.
કયા જિલ્લાઓમાં છે વરસાદનું જોખમ?
હવામાન વિભાગની આગાહી મુજબ, ખાસ કરીને મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે. જે જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે તેમાં દાહોદ અને મહીસાગર, પંચમહાલ અને છોટાઉદેપુર, નર્મદા અને અરવલ્લી
ખેડૂતો માટે ચિંતાના સમાચાર
વર્તમાન સમયમાં રવિ પાકની કાપણી ચાલી રહી છે, ત્યારે અચાનક આવનારું આ માવઠું ઘઉં, મકાઈ અને અન્ય પાકોને મોટું નુકસાન પહોંચાડી શકે છે. એ. કે. દાસે ખેડૂતોને તેમની જણસ સુરક્ષિત સ્થળે ખસેડવા અને ખુલ્લામાં ન રાખવા માટે ખાસ સૂચના આપી છે.
તાપમાનમાં ફેરફાર
વરસાદી માહોલને કારણે આગામી ૨૪ કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. ૨૧ ફેબ્રુઆરી બાદ ફરી એકવાર વાતાવરણ સૂકું થવાની શક્યતા છે.









