આગામી ધુળેટી અને પવિત્ર રમઝાન માસના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સખત કરવામાં આવી છે. ખાસ કરીને શહેરના ઝોન-6 વિસ્તારમાં પોલીસે આ વખતે પરંપરાગત પેટ્રોલિંગની સાથે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સુરક્ષા કવચ તૈયાર કર્યું છે.
નાઈટ વિઝન ડ્રોનથી મોનિટરિંગ
ઝોન-6 પોલીસ સ્ટેશન વિસ્તારના ભીડભાડ વાળા બજારો અને રહેણાંક વિસ્તારોમાં પોલીસ દ્વારા નાઈટ વિઝન ડ્રોન વડે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે ધમધમતા બજારો, સાંકડી ગલીઓ અને મકાનોની અગાસીઓ પર કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે આધુનિક ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
