પર્યાવરણ બચાવવા અને પ્રદૂષણ મુખી પરિવહનના મોટા-મોટા દાવાઓ વચ્ચે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)નો ફિયાસ્કો થયો હોય તેવા આંકડા સામે આવ્યા છે. સરકારે ઇ-વ્હીકલ ખરીદનારાઓ માટે ટેક્સમાં સીધી 5 ટકાની રાહત આપી છે. એટલે કે સામાન્ય 6 ટકાના બદલે માત્ર 1 ટકો જ ટેક્સ લેવામાં આવે છે. છતાં વાહનચાલકોમાં ઈ-વ્હીકલ ખરીદવાનો કોઈ ઉત્સાહ દેખાતો નથી. હાલમાં ટુવ્હીલરમાં તો પેટ્રોલ અને ડીઝલ સંચાલિત વાહનનો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. વસ્ત્રાલ અને બાવળા RTOમાં થયેલા રજિસ્ટ્રેશન મુજબ ટુવ્હીલર-કારના વેચાણમાં ઘટાડો થયો છે. જ્યારે સુભાષબ્રિજ RTOમાં નોંધણી મુજબ કારના વેચાણમાં 50 ટકા વધારો નોંધાયો છે.
ગ્રાહકોએ ઈ-વ્હીકલથી અંતર રાખ્યું
સબસિડી બંધ થવાની અસર ઉપરાંત બેટરી બ્લાસ્ટના ડર અને ચાર્જિંગ સ્ટેશનોના અભાવે પણ ગ્રાહકોએ ઈ-વ્હીકલથી અંતર રાખ્યું છે. બીજી તરફ વિપક્ષનો આક્ષેપ છે કે, ગુજરાત જેવા પ્રગતિશીલ જેવા રાજ્યમાં ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહ, ખરીદી, વ્યવસ્થાતંત્રના વિકાસ-પ્રગતિમાં ગુજરાતનો 1થી 10 રાજ્યોમાં પણ સમાવેશ થતો નથી. વર્ષ 2024-25 કરતાં વર્ષ 2025-26માં સુભાષબિજ આરટીઓમાં નોંધાયેલા આંકડા પ્રમાણે 46 જટેલા ઈવ્હિકલનું વેચાણ ઘટયું છે. વસ્ત્રાલ આરટીઓમાં ઇ-ટુવ્હીલરમાં 21 ટકા અને ઈ-કારમાં 54 ટકાનો ઘટાડો નોંધાયો છે. બાવળા આરટીઓમાં ઇ-ટુવ્હીલરમાં 85 ટકા અને ઈ-કારમાં 93 ટકાનો ઘટાડો નોંધાયો થયો છે. જ્યારે ગાંધીનગર આરટીઓમાં થયેલા રજિસ્ટ્રેશન મુજબ ઈશ્વરમાં 88 ટકા ઈ-કારના વેચાણમાં ટકાનો ઘટાડો થયો છે.
