સુરતમાં બિલ્ડર શૈલેષ ભટ્ટને કીડનેપ કરીને 176 બિટકોઈન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણી માંગવાના કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 14 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ACB કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં આરોપીઓએ હાઈકોર્ટમાં ચુકાદાને પડકારતી અપીલ દાખલ કરી જામીન માંગ્યા હતાં. હાઈકોર્ટે અગાઉ 9 પોલીસ કોન્સ્ટેબલના જામીન મંજૂર કર્યા હતાં. ત્યાર બાદ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને પણ જામીન આપવામાં આવ્યા હતાં. આ કેસમાં આરોપી પૂર્વ IPS જગદીશ પટેલના પણ જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

બિટકોઈન કેસમાં દોષિત છે જગદીશ પટેલ

આ કેસના આરોપીઓમાં પૂર્વ ધારાસભ્ય અને 9 પોલીસ કોન્સ્ટેબલ બાદ હવે પૂર્વ IPS જગદીશ પટેલના પણ જામીન મંજૂર કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે તેમને વિદેશ જવાની પણ મંજૂરી આપી છે. વર્ષ 2018માં બિલ્ડર પાસેથી ખંડણી માંગવાના મામલે ગુનો દાખલ થયો હતો. જેમાં બિલ્ડરનું અપહરણ કરીને લોકલ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન PI અનંત પટેલની ટીમે ખંડણી વસૂલી હતી. સમગ્ર મામલાની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ હતી. જેમાં અમરેલીના લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ અનંત પટેલ, આઈપીએસ જગદીશ પટેલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિતના આરોપીઓની ધરપકડ કરાઈ હતી અને એસીબી કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ પણ વાંચોઃ Bharuch News: ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના શ્રદ્ધાળુઓના જીવ જોખમમાં, બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડ્યા