ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા આગામી 19 માર્ચથી શરૂ થઈ રહી છે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે આ પરિક્રમામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે. તંત્રએ પરિક્રમા કરનારા શ્રદ્ધાળુઓ માટે સુવિધા ઉભી કરી છે. જેમાં નુકસાનીની વિગતો સામે આવી છે. શહેરાવ અને તિલકવાડા વચ્ચે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા હંગામી પુલને નદીમાં પાણી છોડવામાં આવતા નુકસાન થયું છે.

બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડાયા

તંત્રના અધિકારીઓએ આ નુકસાની સામે તાબડતોબ સમારકામ પણ શરૂ કર્યું હતું. ત્યારે હવે બોટમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોનો મામલો સામે આવ્યો છે. ભરૂચના હાંસોટના વામલેશ્વર ઘાટ પર ગંભીર બેદરકારી સામે આવી છે. નર્મદા પરિક્રમા વાસીઓના જીવ જોખમમાં મુકાયા હતાં. પરિક્રમાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા હતાં.

લોકોના જીવના જોખમનો વીડિયો વાયરલ

નદીમાં લોકોને લઈને જતી બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડાયા હોવાની વિગતો સામે આવી છે. પરિક્રમાર્થીઓ પાસેથી બોટમાં બેસીને જવાના 500 રૂપિયા વસૂલવામાં આવી રહ્યાં છે. લોકોના જીવના જોખમનો વીડિયો વાયરલ થયો છે. સંગમ સ્થળે મોટી દુર્ઘટનાનો પ્રચંડ ભય હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં ઘરે 500નો ઈ મેમો આવ્યો, સ્માર્ટ સિસ્ટમ સામે ગંભીર સવાલો