શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે વધુ એક મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રમતગમતના મેદાનમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં હિંસક મારામારીમાં પરિણમી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
સામાન્ય બોલાચાલી અને બાદમાં હુમલો
મળતી માહિતી મુજબ, આનંદનગર વિસ્તારમાં આવેલા એક મેદાનમાં યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. રમત દરમિયાન કોઈ મુદ્દે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષોના શખ્સો એકબીજા પર તૂટી પડ્યા હતા. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે ઉગ્રતાપૂર્વક મારામારી કરવામાં આવી રહી છે.
