અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થતા આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે આ મારામારીના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.


અમદાવાદમાં કૌટુંબિક ઝઘડામાં મારામારી

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કૌટુંબિક વિવાદના કારણે બે પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી અને થોડી જ વારમાં તે ઉગ્ર મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. મહિલાઓ એકબીજા સાથે ઉગ્રતાથી ઝઘડતી અને મારતી જોવા મળે છે. જાહેર રસ્તા પર થયેલી આ મારામારીને કારણે આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી.

પોલીસની ત્વરિત કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ દાણીલીમડા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હિંસક ઝઘડો કરનાર ચાર આરોપીઓની અટકાયત કરી છે. હાલ પોલીસ દ્વારા આ કૌટુંબિક વિવાદ પાછળનું ચોક્કસ કારણ જાણવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Vadodara: કરોડોનો મિલકત વેરો બાકી હોવાથી મકરપુરા એસ.ટી. ડેપો સીલ, પાલિકાએ મુખ્ય ઓફિસને મારી દીધા તાળા


  • Follow us on: