વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કડક કાર્યવાહીના ભાગરૂપે આજે પાલિકાની વેરા વસૂલાત શાખાએ મકરપુરા વિસ્તારમાં આવેલા એસ.ટી. (ST) બસ ડેપો પર ત્રાટકીને મોટી કાર્યવાહી કરી છે. 1 કરોડ રૂપિયાથી વધુનો મિલકત વેરો બાકી હોવાને કારણે પાલિકાએ ડેપોની મુખ્ય વહીવટી ઓફિસને સીલ કરી દીધી છે.


વારંવારની નોટિસ છતાં વેરો ન ભરાયો

મળતી માહિતી મુજબ, વડોદરા પાલિકા દ્વારા મકરપુરા એસ.ટી. ડેપો અને વિભાગીય કચેરીને બાકી નીકળતા કરોડોના વેરા બાબતે અગાઉ અનેક વખત નોટિસ ફટકારવામાં આવી હતી. એસ.ટી. વિભાગને વેરો ભરી દેવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હોવા છતાં, બાકી રકમ જમા ન કરાવતા અંતે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે.

મુખ્ય ઓફિસ સીલ, કામગીરી પર અસર

પાલિકાની ટીમે આજે સવારે ડેપો પર પહોંચીને મુખ્ય ઓફિસના દરવાજે સીલ મારી દીધા હતા. જોકે, મુસાફરોની અવરજવર અને બસ સેવાઓને હાલ કોઈ અસર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે, પરંતુ વહીવટી કામગીરી અટવાઈ પડી છે. પાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વહેલી તકે બાકી નીકળતી રકમ ભરપાઈ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો: Surat: ઉધના અને સિંગણપોરમાં જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી, 17 જુગારીઓની ધરપકડ સાથે મુદ્દામાલ જપ્ત

  • Follow us on: