સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરના ઉધના અને સિંગણપોર વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડાઓ પર સ્થાનિક પોલીસે ઓચિંતા દરોડા પાડીને કુલ 17 જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીથી જુગારિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

બાતમીના આધારે પાડ્યા દરોડા

પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ઉધના અને સિંગણપોર વિસ્તારમાં કેટલાક શખ્સો ભેગા મળીને હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને બંને વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 17 જેટલા ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુદ્દામાલ કબજે

ઝડપાયેલા જુગારીઓ પાસેથી પોલીસે રોકડ રકમ તેમજ તેમના અંગત મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જુગારના અડ્ડા કોણ ચલાવતું હતું અને કેટલા સમયથી આ પ્રવૃત્તિ અહીં ચાલી રહી હતી.

આ પણ વાંચો: Vadodara: છાણી સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાના લીરેલીરા, મહત્વના રિપોર્ટ માટે મહિનાઓથી કિટ્સ જ ઉપલબ્ધ નથી