વડોદરામાં આરોગ્ય તંત્રની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના છાણી વિસ્તારમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અહીં મહિનાઓથી મહત્વના મેડિકલ ટેસ્ટિંગ માટેની કિટ્સ અને રીએજન્ટ ઉપલબ્ધ ન હોવાથી ગરીબ દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

વડોદરા આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી

હોસ્પિટલના સ્ટાફે જ કબૂલાત કરી છે કે અનેક મહત્વના રિપોર્ટ્સ હાલમાં બંધ હાલતમાં છે.CRP અને વિટામિન D છેલ્લા 6-7 મહિનાથી કિટ ઉપલબ્ધ નથી.HbA1c (ડાયાબિટીસ) 6 મહિનાથી રીએજન્ટ ખૂટી પડ્યા છે.વિટામિન B-12 3 મહિનાથી તપાસ બંધ છે.યુરિક એસિડ છેલ્લા 2 મહિનાથી રીએજન્ટ નથી.SGPT / SGOT છેલ્લા 15 દિવસથી કિટની અછત છે.થાઈરોઈડ અને આયર્ન પ્રોફાઈલ આ કિટ્સ પણ ઉપલબ્ધ નથી.

દર્દીઓ ખાનગી લેબમાં જવા મજબૂર

સરકારી હોસ્પિટલમાં મફત સારવારની આશાએ આવતા મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓને ડોક્ટરો તપાસ માટે બહારની ખાનગી લેબમાં મોકલી રહ્યા છે. સવાલ એ ઊભો થાય છે કે જો નિદાન માટેની પ્રાથમિક જરૂરિયાત એવી ટેસ્ટિંગ કિટ્સ જ હાજર ન હોય, તો ડોક્ટરો દર્દીઓનો સાચો ઇલાજ કઈ રીતે કરી શકે?તંત્રની આ ઘોર નિષ્કાળજીને કારણે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

આ પણ વાંચો:Sabarkantha: લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નરાધમ રાજસ્થાનથી ઝડપાયો