અમદાવાદમાં ગરમી વધતાં આગની ઘટનાઓમા વધારો થયો છે. શહેરના કાલુપુર વિસ્તારમાં રેવડી બજારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાસ્ટીકની દુકાનોમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી છે. આગની ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવા પ્રયાસો ચાલુ કર્યા છે.


આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં સ્થિત રેવડી બજાર પાસે પ્લાસ્ટિકની દુકાનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના ધુમાડાના ગોટેગોટા દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો. ભરચક વિસ્તાર હોવાથી આગ વધુ ફેલાય તો સ્થિતિ વિકરાળરૂપ ધારણ કરી શકે છે.

30 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગની ઘટનામાં હાલમાં જાનહાની અંગેના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. કયા કારણોસર આગ લાગી તે પણ હજી બહાર આવ્યું નથી. એક સાથે 30 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ભેગા થયા છે.

આ પણ વાંચોઃ Gujarat Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવશે, આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

  • Follow us on: