અમદાવાદ શહેરમાં આગ લાગવાની ઘટના સામે આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાની ઘટના મોડી રાત્રે 3 કલાકે બની હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
