અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત ગણાતા યુનિવર્સિટી વિસ્તારમાં આજે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. આ ઘટના વિજય ક્રોસ રોડ નજીક બની હોવાની માહિતી મળી છે. પ્રાથમિક વિગતો અનુસાર, આ ફાયરિંગ કોઈ સામાન્ય ગુનાહિત પ્રવૃત્તિને બદલે પરિવારના આંતરિક ઝઘડાના કારણે થયું હતું. પારિવારિક મામલામાં તકરાર એટલી હદે વધી ગઈ કે એક પક્ષ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.


પારિવારિક વિવાદ

ફાયરિંગના અવાજથી આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને યુનિવર્સિટી પોલીસનો કાફલો તુરંત વિજય ક્રોસ રોડ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને ફાયરિંગ કરનાર વ્યક્તિને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે, જેથી સમગ્ર ઘટનાક્રમની સ્પષ્ટતા થઈ શકે.

આ પણ વાંચો : Vadodara ના હરણી સ્થિત ગોલ્ડન ચોકડી પાસે ગેસ પાઇપલાઇન તૂટી, માઇક્રો ટનલિંગની કામગીરીમાં મોટી બેદરકારી 




  • Follow us on: