ગુજરાતમાં 2025નું વર્ષ ભારે વરસાદનું વર્ષ રહ્યું છે. સપ્ટેમ્બર મહિના સુધીમાં જ ગુજરાતમાં 107 ટકા વરસાદ વરસી ગયો હતો અને ત્યારબાદ પણ નવેમ્બર સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા હતા અને નદીઓમાં ભારે પૂર પણ આવ્યા હતા. જો કે ત્યારબાદ દિવાળી પર વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હતા.
આ વર્ષે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો
આ વર્ષે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો હતો. સપ્ટેમ્બર મહિના સુધીમાં તો રાજ્યમાં 107 ટકા વરસાદ પડી ચુક્યો હતો. આ વખતે તો રાજ્યમાં જૂન મહિના કરતા સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ વરસ્યો હતો. આ વર્ષે જૂન માસમાં રાજ્યમાં એવરેજ 12 ઇંચ વરસાદ પડ્યો હતો પણ સપ્ટેમ્બરમાં માત્ર 8 તારીખ સુધીમાં જ સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
અનેક નદીઓમાં પૂર આવતા જનજીવન પ્રભાવિત
રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે એક પણ એવો વિસ્તાર ન હતો કે જળબંબાકાર ના થયો હોય. ઉત્તર, મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં અતિભારે વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા, પાટણ , બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં પણ અતિભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યની અનેક નદીઓમાં પૂર આવતા જનજીવન પ્રભાવિત થયું હતું અને ડેમોમાંથી પાણી છોડવાની પણ નોબત આવી હતી. વલસાડ, સુરત, વડોદરા, અમદાવાદ ભાવનગર, રાજકોટ, પોરબંદર સહિતના તમામ નાના મોટા શહેરોમાં ભારે વરસાદ વરસ્યો હતો
છેક દિવાળી સુધી વરસાદ રહ્યો
આ વખતે છેક દિવાળી સુધી વરસાદ રહ્યો હતો. ભલે સત્તાવાર રીતે ચોમાસાની વિદાય થઇ ગઇ હતી પણ નવેમ્બર મહિના સુધી કમોસમી વરસાદના કારણે હાલત ખરાબ થઇ ગઇ હતી. દિવાળી પર વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાક નિષ્ફળ કર્યા હતા અને ખેડૂતોની મહેનત પાણીમાં ગઇ હતી. આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
આ પણ વાંચો--- Gujarat Flashback 2025 : અમદાવાદ પ્લેન ક્રેશની દૂર્ઘટનાએ આખા વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આખુ વર્ષ ગોઝારુ સાબિત થયું