હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.વાતાવરણમાં પલટો આવવાને કારણે ગરમીમાં રાહત મળવાના સંકેત છે.હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે.વીજળીના કડાકા ભડાકા સાથે આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે વરસાદની 3 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. વરસાદની સાથે સાથે 50 થી 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

પવનની ગતિ 40થી 50 કિ.મી રહેવાની શક્યતાઓ

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે, આગામી પાંચ દિવસ હળવો વરસાદ શક્ય છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદ થઈ શકે છે. પવનની ગતિ 40થી 50 કિ.મી રહેવાની શક્યતાઓ છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી ત્રણ દિવસ તાપમાન સ્થિર રહેવાની શક્યતાઓ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ તાપમાન સ્થિર રહેવાની શક્યતાઓ છે. ત્યાર બાદ ગરમીમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ અને વડોદરા ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ ભારે પવન અને કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે.


આ પણ વાંચોઃ Gandhinagar : સરકારી કર્મચારીઓ સાવધાન!, ખાતાકીય તપાસમાં વિલંબ કરનાર અધિકારીઓની જવાબદારી થશે ફિક્સ