ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે શાસક પક્ષના જ એક પૂર્વ પદાધિકારી નશામાં ચૂર થઈ રસ્તા પર ફરતા હોવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી વિક્કી ત્રિવેદી દારૂના નશામાં અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં બિભત્સ વર્તન કરતા ઝડપાઈ ગયા હતા.


ભાજપના પૂર્વ પદાધિકારી નશામાં ચૂર

મળતી માહિતી મુજબ, વિક્કી ત્રિવેદી દારૂના નશામાં ધૂત થઈને જાહેરમાં બિભત્સ ચેષ્ટાઓ કરી રહ્યા હતા. તેમની આ હરકતો જોઈને સ્થાનિકોના મનમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ તેમને અટકાવીને પૂછપરછ કરી હતી, પરંતુ નશામાં ચૂર ત્રિવેદીએ સામેથી લોકો પર પાવર જમાવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ તેમને 'મેથીપાક' ચખાડીને મેથીપાક આપ્યો હતો.

 પોલીસે વિક્કી ત્રિવેદી અને તેમના મિત્રોની અટકાયત કરી

ઘટનાની જાણ થતાં શહેરકોટડા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે વિક્કી ત્રિવેદી અને તેમના મિત્રોની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે વિક્કી ત્રિવેદી અને તેના સાગરીતો વિરુદ્ધ જાહેરનામાના ભંગ તથા દારૂબંધીના નિયમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Gandhinagar: સેક્ટર-30 સર્કલ પાસે ફોર્ચ્યુનર કાર થાંભલા સાથે ભટકાતા ભંગારમાં ફેરવાઈ, ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

  • Follow us on: