ગાંધીનગરમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સેક્ટર-30 સર્કલ પાસે એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કાર ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી રોડની બાજુમાં આવેલા વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી.

ફોર્ચ્યુનર કાર થાંભલા સાથે અથડાઈ 

પ્રાપ્ત માહિતી મુજબ, ફોર્ચ્યુનર કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. અચાનક સેક્ટર-30 સર્કલ પાસે કાર અનિયંત્રિત બની ગઈ હતી અને સીધી થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે અને કારનો 'કચ્ચરઘાણ' નીકળી ગયો છે.

ઈજાગ્રસ્તની સારવાર

અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કાર ચાલકને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિકને પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: Dwarka: જામખંભાળિયામાં ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવનાર સામે કાર્યવાહી, 15 વાહનો ડિટેઇન કરતી પોલીસ