જામ ખંભાળિયા શહેર અને હાઈવે પર ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. મોડી રાત્રે જામ ખંભાળિયા પોલીસે નેશનલ હાઈવે પર વાહન ચેકિંગની ખાસ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં નિયમોનો ભંગ કરતા 15 જેટલા વાહનોને પોલીસે ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
જામ ખંભાળિયામાં 15 વાહનો ડિટેઇન
પોલીસના જણાવ્યા અનુસાર, હાઈવે પર અનેક વાહનચાલકો બેફામ ગતિએ (ઓવરસ્પીડ) વાહનો ચલાવી રહ્યા હતા અને કેટલાક ચાલકો પાસે વાહનને લગતા જરૂરી દસ્તાવેજો (RC બુક, વીમો, લાયસન્સ) પણ ઉપલબ્ધ નહોતા. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે તાત્કાલિક અસરથી કડક ચેકિંગ શરૂ કર્યું હતું.










