પોલીસની પકડથી બચવા માટે વર્ષોથી ભૂગર્ભમાં રહેલા એક ઠગબાજ આખરે સુરત પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. અમદાવાદમાં હીરાના વેપારી સાથે લાખોની છેતરપિંડી આચરી વર્ષ 2016થી ફરાર આરોપી સુનિલ રમેશભાઇ વાયાને સુરતની મહિધરપુરા પોલીસે દિલ્લીગેટ ચાર રસ્તા પાસેથી દબોચી લીધો છે.


અમદાવાદમાં હીરાના વેપારી સાથે છેતરપિંડી આચરી

વર્ષ 2016માં આરોપી સુનિલ વાયાએ અમદાવાદના હીરા વેપારીઓનો વિશ્વાસ જીતી તેમની પાસેથી અંદાજે ₹25.64 લાખના તૈયાર હીરા ખરીદ્યા હતા. આ હીરા લીધા બાદ આરોપીએ પેમેન્ટ ચૂકવવાનું ટાળ્યું હતું અને વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરી ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

દાયકા સુધી પોલીસથી રહ્યો દૂર

ગુનો નોંધાયા બાદથી આરોપી સુનિલ વાયા સતત પોતાનું લોકેશન બદલીને પોલીસથી બચતો રહ્યો હતો. છેલ્લા 10 વર્ષથી તે પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો. જોકે, મહિધરપુરા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દિલ્લીગેટ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

આ પણ વાંચો: Surendranagar: દસાડાના કચોલીયા ગામે કપડાં ધોતી વખતે દિવાલ ધરાશાયી થતાં મહિલાનો ભોગ લેવાયો

  • Follow us on: