શહેરના નારણપુરા વિસ્તારમાં આજે 31 માર્ચની વહેલી સવારે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. નારણપુરાના ચામુંડાનગરમાં આવેલા એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના બે મકાનોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા.
નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ
અમદાવાદ ફાયર બ્રિગેડને વહેલી સવારે 5:30 કલાકે ગેસ લીકેજ અંગેનો કોલ મળ્યો હતો. ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે જોયું કે નાની ઓરડી જેવા મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થઈ ચૂક્યો હતો અને ઘરમાં રહેલા ગાદલા તથા સામાનમાં આગ પ્રસરી ગઈ હતી. ફાયર જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘરમાં સૂતેલા પાંચ લોકો આગની લપેટમાં આવી ગયા હતા.
