રાજકોટ શહેરના પોશ વિસ્તાર ગણાતા યુનિવર્સિટી રોડ પર આજે એક ગંભીર મિસફાયરની ઘટના સામે આવી છે. યુનિવર્સિટી રોડ પર આવેલા 'સમન્વય એપાર્ટમેન્ટ'માં રિવોલ્વર સાફ કરતી વખતે અચાનક ફાયરિંગ થતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે. જેમાં શહેરના સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા PSI અને એક મહિલાનો સમાવેશ થાય છે.
રિવોલ્વર સાફ કરતા અચાનક ફાયરિંગ
મળતી માહિતી મુજબ, સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીએસઆઈ પોતાના ઘરે રિવોલ્વર સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ હતી. આ અકસ્માતમાં પીએસઆઈ પોતે અને ત્યાં હાજર અન્ય એક મહિલા ઈજાગ્રસ્ત થયા છે. ગોળીબારનો અવાજ સાંભળતા જ ફ્લેટના અન્ય રહીશોમાં ફાળ પડી હતી.
