આર્મીના નિવૃત જવાન સહિત બેને ઝડપી પાડ્યા છે, ઝડપાયેલ પુરુષ ગોવાથી જયારે મહિલા દમણતી ઝડપાઈ છે, બન્ને આરોપી સંવેદનશીલ વિસ્તારમાં જાસૂસી કરતા હોવાની વાત સામે આવી છે, ઝડપાયેલ બન્ને પાકિસ્તાની એજન્ટોને આર્થિક મદદ કરતા હોવાની વાત સામે આવી છે, સુરક્ષા સંબંધિત માહિતી પાકિસ્તાન મોકલતા હતા.
ગુજરાત એટીએસએ 2 જાસૂસની કરી ધરપકડ
આરોપી એ.કે.સિંહ આર્મીમાં હતો અને મહિલા પણ પાકિસ્તાનમાં કેટલાક લોકોના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે, ભારતમાં થતી કામગીરીની પાકિસ્તાન સુધી માહિતી મોકલતા હોવાની વાત સામે આવી છે, પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ કરવામાં આવતી હોવાની વાત સામે આવી છે, સંવેદનશીલ વિસ્તારમાં આ બન્ને જણા ગતિવિધી પર નજર રાખતા હતા, એટીએસને બાતમી હતી અને તેના આધારે ધરપકડ કરવામાં આવી છે. બંને પાકિસ્તાનના સંપર્કમાં હતા.એ.કે સિંહ આર્મીમાં સુબેદાર હતો. પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચવાડા એ.કે સિંહ મદદ કરતો હતો
9 નવેમ્બર 2025ના રોજ ગાંધીનગરમાંથી એટીએસએ ઝડપ્યા હતા 3 આતંકી
ISIS મોડયુઅલના આતંકીઓ ગુજરાતના ગાંધીનગરમાંથી ઝડપાયા હતા અને ઝડપાયેલા આતંકીઓ અલગ અલગ મોડયુઅલ સાથે સંકળાયેલા હતા અને ગાંધીનગરથી એક આતંકી ઝડપાયો હતો અને તેની પૂછપરછના આધારે અન્ય બે આંતકીની ધરપકડ કરવામાં આવી હતી.
અલકાયદાની માસ્ટર માઈન્ડ મહિલા આતંકીની 5 મહિના અગાઉ ગુજરાત એટીએસએ કરી હતી ધરપકડ
ગુજરાત એટીએસને વધુ એક મહિલા આતંકી ઝડપવામાં સફળતા મળી હતી જેમાં અલકાયદાની માસ્ટ માઈન્ડ આતંકી મહિલા સમા પરવીનની બેંગ્લુરથી ધરપકડ કરવામાં આવી હતી, આતંકીઓના ઈન્સ્ટાગ્રામના ગ્રુપમાં આ મહિલા જોડાયેલી હતી, તો આતંકી ગતિવિધિમાં આ મહિલા સામેલ હોવાની વાત સામે આવી હતી. મહિલા આતંકી પાકિસ્તાન સાથે સંકળાયેલી હોવાની વાત સામે આવી હતી.
23 જુલાઈ 2025ના રોજ ઝડપાયા હતા 4 આતંકી
ગુજરાત ATSએ પકડેલા 4 આતંકીઓને લઈ મોટા ખુલાસો થયો હતો જેમાં મોબાઈલમાંથી ગુજરાત ATSને મળ્યો સૌથી મોટો પુરાવો, આંતકીઓ રાષ્ટ્ર અને હિન્દુ વિરોધીઓને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હોવાની વાત સામે આવી છે, શરિયા લાગુ કરવા માટે પ્રોત્સાહન રૂપે શેર કરતા વીડિયો સામે આવ્યો છે, અમેરિકા પોતાનું હેડ ક્વાર્ટર ન બચાવી શક્યાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે, કાબૂલના બેઝ કેમ્પમાં હુમલાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો હતો.
આ પણ વાંચો : Patan News : પાટણના સિદ્ધપુરમાં નકલી નોટો છાપવાનું નેટવર્ક ઝડપાયું, ભારતીય ચલણની 500,100, 20 સહિતના દરની નકલી નોટો ઝડપાઈ