પાટણના સિદ્ધપુરમાં નકલી નોટો છાપવાનું નેટવર્ક ઝડપાયું છે અને 500,100, 20 સહિતના દરની નકલી નોટો ઝડપાઈ છે, નકલી નોટ ફરતી થતા ક્રાઈમ બ્રાન્ચે ગોઠવી હતી વોચ અને પોલીસે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે, અલમોમિન પાર્કમાં ઘરેથી ઝડપ્યું નકલી નોટોનું રેકેટ અને એક આરોપીની પોલીસે કરી અટકાયત.
પાટણના સિદ્ધપુરમાં નકલી નોટો છાપવાનું કૌંભાડ ઝડપાયું
પાટણના સિદ્ધપુરમાં નકલી નોટો છાપવાનું કૌંભાડ ઝડપાયું છે, પ્રિન્ટર, સ્કેનર, પાવડર, કાગળ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને આરોપી મહંમદ યાસીન સૈયદની પોલીસે કરી ધરપકડ, આ નોટો મેળામાં ફરતી કરવામાં આવી હતી અને પોલીસને બાતમી મળતા રેડ કરી હતી તો ઘરમાંથી મુદ્દામાલ પણ મળી આવ્યો હતો અને આરોપી પણ ઝડપાયો હતો, છેલ્લા કેટલા સમયથી આ નેટવર્ક ચલાવવામાં આવતું હતુ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.













