ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ આજે વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા પદાધિકારીઓની સત્તાવાર વરણી કરવામાં આવી છે. વૈદિક મંત્રોચ્ચાર અને વિજયી ઉત્સાહ વચ્ચે રાજ્યના મુખ્ય શહેરોને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળ્યા છે.

અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ

રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની કમાન હવે હિતેશ બારોટના હાથમાં સોંપવામાં આવી છે. અમદાવાદના નવા મેયર તરીકે હિતેશ બારોટની વરણી કરાઈ છે, જ્યારે કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પક્ષના નેતા તરીકે જશુ ઠાકોર અને દંડક તરીકે અતુલ મિશ્રાની પસંદગી કરાઈ છે. મેયર બન્યા બાદ હિતેશ બારોટે પક્ષના નેતૃત્વનો આભાર માનતા જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદ શહેરને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે તમામ પ્રયાસો કરશે.

 જામનગર મનપામાં મોનિકા વ્યાસ નવા મેયર

બીજી તરફ, જામનગર મનપામાં મોનિકા વ્યાસ નવા મેયર બન્યા છે, જ્યારે રાકેશ ડેરને ડેપ્યુટી મેયર અને ધીરેન મોનાણીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ મળ્યું છે.

નવસારી મનપામાં મેયર તરીકે અશોક ધોરાજીયા

નવસારી મનપામાં મેયર તરીકે અશોક ધોરાજીયા અને ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈની વરણી કરાઈ છે.

પોરબંદરમાં પ્રથમ મેયર તરીકે સાગર મોદી

આ સિવાય પોરબંદરમાં પ્રથમ મેયર તરીકે સાગર મોદીના નામની જાહેરાત કરવામાં આવી છે, જ્યાં મનીષ શિયાળ ડેપ્યુટી મેયર અને વિક્રમ ઓડેદરા સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા છે.

મોરબી મનપામાં મેયર તરીકે ઉત્તમ સુરાણી

મોરબી મનપામાં મેયર તરીકે ઉત્તમ સુરાણી ના નામની જાહેરાત થઇ છે તો ડે.મેયર તરીકે ચિરાગ રાણપરાની નિમણૂક કરાઇ છે

ગાંધીધામ મનપામાં મેયર તરીકે દિવ્યા નાથાણી

ગાંધીધામ મનપામાં મેયર તરીકે દિવ્યા નાથાણીની વરણી કરાઈ છે. ડે મેયર પદે નવીન જરૂ અને કારોબારી ચેરમેન પદે તેજસ શેઠના નામની જાહેરાત કરાઇ છે

મહેસાણાં મનપામાં વરણી કરાઇ 

મેયર તરીકે સોનલબેન ઓઝાની વરણી કરાઇ છે જ્યારે ડે.મેયર તરીકે રમેશ રાજપૂતની વરણી કરાઇ છે અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે દીપક પટેલની વરણી કરાઇ છે. પક્ષના નેતા તરીકે વિશાલસિંહ ઠાકોર અને દંડક તરીકે અનિલ દેસાઈ નિમાયા છે

નડીયાદના મેયર મનીષ પટેલ

નડીયાદ મનપાના પ્રથમ મેયર પીપલગના પૂર્વ સરપંચ મનીષ પટેલ બન્યા છે તો પ્રથમ ડેપ્યુટી મેયર કલ્પેશ રાવળના નામની જાહેરાત કરાઇ છે. સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન પરાગ બારોટ બન્યા છે.




આ પણ વાંચો----     Mehsana: ‘હું કોંગ્રેસમાંથી આવ્યો એટલે 2 કરોડ આપ્યા, બાકી...’ વિજાપુરના MLA સી.જે.ચાવડાની કથિત ઓડિયો ક્લિપથી ખળભળાટ