ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યના તાપમાનને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી બે દિવસ બાદ રાજ્યમાં ગરમીનો પ્રભાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે.
તાપમાનમાં થશે ફેરફાર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. રાજ્યમાં મહત્તમ તાપમાન (બપોરનું તાપમાન) 34 થી 35 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેને કારણે બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થશે. બીજી તરફ, લઘુત્તમ તાપમાન 17 થી 20 ડિગ્રીની આસપાસ રહેશે, જેનાથી રાત્રિના સમયે ઠંડક જળવાઈ રહેશે.
