કોર્ટ ફીમાંથી મુક્તિની વકફ ટ્રસ્ટોની 150 જેટલી અરજીઓ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. હવે વકફ સંસ્થાઓ કોર્ટ ફી ચૂકવ્યા વિના ટ્રિબ્યુનલમાં નહીં જઈ શકે. આ મુદ્દે યોજાયેલી સુનાવણીમાં કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, કોઈપણ સંસ્થા ચાહે તે ધાર્મિક હોય કે ચેરીટેબલ ટ્રસ્ટ હોય ન્યાય મેળવવા માટે તેને ફી ચૂકવવી પડે છે. જેથી વકફ સંસ્થાઓ પણ કોર્ટ ફી ચૂકવવી જોઈએ અને તેમને કોઈ છૂટછાટ આપી શકાય નહીં.


વક્ફ મિલકત માટે પણ કોર્ટ ફી વસૂલાશે

હાઈકોર્ટે સુનાવણી દરમિયાન અમદાવાદ અને વડોદરા સહિતની સંસ્થાઓની અરજીઓ ફગાવી દીધી હતી. આ સંસ્થાઓ દ્વારા કોર્ટ ફી ચૂકવવાના આદેશને પડકાર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કાયદાકીય પ્રકિયા કરતાં કોઈપણ વાદી ઉપર નથી. કોર્ટ ખર્ચ બાબતે વકફ ટ્રસ્ટોને હવે અન્યની જેમ જ ગણશે. ન્યાયિક પ્રકિયામાં સામેલ થવા માટે હવે આ સંસ્થાઓએ ફરજિયાત કોર્ટ ફી ભરવી પડશે.

કોર્ટે તમામ ધર્મને એકસમાન ન્યાય આપ્યો

આ ચુકાદાનો લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચૂકાદો અપાયો છે. દેશમાં તમામ ધર્મો એક સરખા છે. હાઈકોર્ટે તમામ નાગરિકોને સમાન હક મળે તેવો ચુકાદો આપ્યો છે. કોગ્રેસની સત્તા હતી ત્યારે માત્ર વોટ બેંક માટે આ બિલ બનાવવામાં આવ્યું હતું. જેના કારણે મંદિર, ગુરૂદ્વારા કે અન્ય કોઈ ધર્મસ્થાનને ટ્રિબ્યુનલના કેસ લડવા માટે કોર્ટની ફી ભરવી પડતી હતી. પરંતુ વકફ પ્રોપર્ટી માટે કોઈ ફી વસૂલાતી નહોતી. હવે આ ટ્રસ્ટોએ પણ ફી ભરવી પડશે. દેશના ઈતિહાસમાં આ પહેલો ચુકાદો આવ્યો છે.


આ પણ વાંચોઃ Rajkot News: અસામાજિક તત્વોનો આતંક, બેડી ગામ પાસે દાળ પકવાનના ધંધાર્થી પર ખૂની હુમલો, ઘટના CCTVમાં કેદ


  • Follow us on: