રાજકોટ જિલ્લો હવે રંગીલો નહીં પણ લોહિયાળ બની રહ્યો છે. શહેરમાં અસામાજિક તત્ત્વોનો આતંક સતત વધી રહ્યો છે. આવામાં અસામાજિક તત્ત્વો દ્વારા એક વ્યક્તિને માર મારવામાં આવતા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ વાયરલ થઈ રહ્યા છે. જે કારણે લોકો પોલીસની કામગીરી પર સવાલો કરી રહ્યા છે.

અસામાજિક તત્ત્વોનો આતંક

ઘટનાની મળતી વિગતો અનુસાર, રાજકોટ જિલ્લામાં આવેલા બેડી ગામ પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. બેડી ગામ પાસે વેપારી પર પાઇપ, ધોકાથી હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ અસામાજિક તત્ત્વો એક કારમાં આવ્યા હતા. દેવશી બાબુતર સહિત 5 અસામાજિક તત્ત્વો દ્વારા વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, અસામાજિક તત્ત્વો એક કારમાં આવે છે અને વેપારીને લાકડી, પાઈપ જેવા હથિયારો સાથે જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરે છે. આસપાસના લોકો વચ્ચે પડતા વેપારીનો જીવ બચી જાય છે.

પોલીસ કમિશનરને સખત કાર્યવાહી કરવા અરજી

બેડી ગામ પાસે દાળ પકવાનના ધંધાર્થી પર આ ખૂની હુમલો થયો હતો. હાથમાં પાઇપ અને ધોકા લઈને ફોર્ચ્યુંનર કારમાં આવેલા શખ્સો ફિલ્મી ઢબે વેપારીને માર મારવા લાગ્યા હતા. રાજકોટ પોલીસનો અને કાયદાનો જાણે ડર જ ન હોય તે રીતે લુખ્ખાઓ બેફામ બન્યા છે. આ કારનો નંબર GJ 03 KH 8191 છે, જેમાં કાળા કાચ છે. આ શખ્સોએ આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં ભોગ બનનાર વેપારીએ પોલીસ કમિશનરને સખત કાર્યવાહી કરવા અરજી કરી છે.


આ પણ વાંચો - Amreli News: ધારીમાં ખેડૂત પાસે માંગી લાખો રૂપિયાની ખંડણી, બે આરોપીને કરાયા જેલના હવાલે