આજે અમદાવાદ અને ગાંધીનગરની 18 જેટલી સ્કૂલોમાં બોમ્બની ધમકી ભર્યા મેઈલ મળ્યા હતાં. બોમ્બની ધમકી મળતાં જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બાળકોને સ્કૂલમાંથી તાત્કાલિક અસરથી છોડી મુકવામાં આવ્યા હતાં. બોમ્બની ધમકીને પગલે સ્કવોડ દ્વારા તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ બોમ્બની ધમકીને પગલે મોટો ખુલાસો થયો છે.
ત્રણ પ્રકારના મેઈલ મળ્યા હોવાનું સામે આવ્યું
સાયબર ક્રાઈમે આ બોમ્બની ધમકી અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં અલગ અલગ ત્રણ પ્રકારના મેઈલ મળ્યા હોવાનું સામે આવ્યું છે. Hotmail પરથી બે અને Atomic મેઈલ પરથી એક મેઈલ આવ્યો હતો. સાયબર ક્રાઈમે આ મેઈલ કોણે કર્યા તે અંગે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, શાળાઓમાં સાવચેતીરૂપે ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેના કારણે બપોરે શરૂ થતી કેટલીક શાળા સંદતર બંધ રખાઈ છે. શાળાઓની મળતી બોમ્બ ધમકીને પગલે વહીવટી તંત્ર એકશનમાં આવતા તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરે તપાસ હાથ ધરી છે.
