આગામી માર્ચ મહિનામાં આવી રહેલી હોળી અને ધૂળેટી સહિતની રજામાં ફેરફાર કરવામાં આવ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26માં રજાની તારીખોમાં સુધારો કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગના નવા જાહેરનામા અનુસાર રજામાં ફેરફાર કરવામાં આવ્યો છે.


ગુજરાત મા.શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર રજામાં ફેરફાર

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય વહીવટ વિભાગના નવા જાહેરનામા અનુસાર શૈક્ષણિક વર્ષ 2025-26માં રજાની તારીખોમાં સુધારો કરવામાં આવ્યો છે. ધૂળેટીની રજા 3 માર્ચના બદલે 4 માર્ચે જાહેર, ચેટીચાંદની રજા 20 માર્ચના બદલે 19 માર્ચે જાહેર, રમઝાન ઈદની રજા 20 માર્ચના બદલે 21 માર્ચે જાહેર,રામનવમીની રજા 27 માર્ચના બદલે 26 માર્ચે જાહેર કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: ગૌમાંસ હેરફેરના આરોપીઓ સામે કડક કાર્યવાહી પણ થશે અને દાદાનું બુલડોઝર પણ ફરશે: મંત્રી કૌશિક વેકરિયા


  • Follow us on: