ગુજરાતમાં ટ્રાફિક પોલીસે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા માટે 10મી માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું છે. પોલીસના આ ડ્રાઈવને કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. પોલીસની આ ડ્રાઈવને કારણે વાહન અકસ્માતો 10મી પછી નહીં થાય એની શું ગેરંટી એવા સવાલો વાહન ચાલકો કરી રહ્યાં છે. બીજી તરફ મોટા શહેરોમાં ભારે વાહનો ધમધમતા હોવાથી પણ અકસ્માતો થતાં હોવાનું વારંવાર સામે આવે છે. ત્યારે ગાંધીનગરમાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકવા માંગ કરવામાં આવી છે.


[[$googlead]]

ગાંધીનગરના ધારાસભ્યનો કલેક્ટર અને એસપીને પત્ર

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે જિલ્લા કલેક્ટર અને એસપીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, ગાંધીનગર શહેરમાં સવારે 6થી રાત્રે 9 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવે. ભારે વાહનોને કારણે ગંભીર અકસ્માતો થાય છે. ગાંધીનગરમાં મુખ્ય માર્ગો પહોળા હોવાથી વાહનો ઓવર સ્પીડમાં જતા હોવાનો પણ તેમણે પત્ર0માં ઉલ્લેખ કર્યો છે. બીજી તરફ રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા જે ડ્રાઈવ યોજવામાં આવી રહી છે તેનો મુખ્ય હેતુ અકસ્માતો રોકવાનો છે. ટ્રાફિક પોલીસે 10મી માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઈવનો આજથી જ પ્રારંભ કર્યો છે. ટ્રાફિક પોલીસે હેલ્મેટ, વાહનોના કાગળ, ઓવર સ્પીડ, બ્લેક ફિલ્મ વાળા કારના કાચ, રોંગ સાઈડ ડ્રાઈવ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ સહિતના ટ્રાફિક ભંગના કેસો સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.

ટ્રાફિક ભંગના કેસો સામે કાર્યવાહી કરવાનું શરૂ

અમદાવાદમાં કેટલાક વાહન ચાલકોમાં એવી ચર્ચાઓ છે કે, ટ્રાફિક પોલીસનો ઉદ્દેશ્ય જો ખરેખર અકસ્માત ઘટાડવાનો હોય તો તેમણે ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિકનું સંચાલન કરવું જોઈએ. માત્ર દંડ લેવા માટે આ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરાયું હોય તેવું ટ્રાફિક પોલીસની કાર્યવાહી પરથી લાગી રહ્યું છે. લોકોમાં એવી પણ ચર્ચાઓ છે કે, પોલીસે શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકવો જોઈએ. ભારે વાહનો ઓવરસ્પીડમાં જતા હોવાથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે. શહેરમાં બેરોકટોક આવા વાહનો ચાલી રહ્યાં છે તેની સામે ખૂબ ઓછા પ્રમાણમાં કાર્યવાહી થતી હોય છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: કેકે નગરમાં રફ્તારનો કહેર, બેફામ કારચાલકે ઘરનો ગેટ અને દિવાલ તોડી

[[$alsoread]]



  • Follow us on: