હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સહિત વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ચૈત્ર મહિનામાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદ થવાને કારણે ખેડૂતોના તૈયાર થઈ રહેલા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર , ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. જ્યારે ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં નુકસાન પણ થવા પામ્યું છે. હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાક માટે સાવચેતીની આગાહી કરી છે.

ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા

હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાક માટે સાવચેતીની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 60 ટકાથી વધુ વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. 87 કિ.મી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

જાણો કયા વિસ્તારમાં કેવો વરસાદ થઈ શકે

રાજ્યમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, કચ્છ, અમરેલી, પાટણમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે.


આ પણ વાંચોઃ Kutch News: કંડલામાં કુદરતનો પ્રકોપ, ભારે પવનથી મોબાઈલ ટાવર ધરાશાયી થયો બ્લાસ્ટ