રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સવાર અને રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ વધુ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાઈ રહ્યું છે.

કચ્છના નલિયામાં 9 ડિગ્રી

રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે અમરેલીમાં 9.2 ડિગ્રી સાથે ઠંડીની તીવ્રતા યથાવત રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.1 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ડીસામાં 12 ડિગ્રી તાપમાન રહ્યું છે.

ગાંધીનગરમાં 15.1 ડિગ્રી

રાજ્યની રાજધાની ગાંધીનગરમાં 15.1 ડિગ્રી અને વડોદરામાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છ વિસ્તારમાં ભુજમાં 11.8, મુન્દ્રામાં 13.5 અને કંડલામાં 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

કેશોદ અને રાજકોટમાં 11.2 ડિગ્રી

સૌરાષ્ટ્રમાં કેશોદ અને રાજકોટમાં 11.2 ડિગ્રી, ભાવનગરમાં 15.2, સુરેન્દ્રનગરમાં 14 અને પોરબંદરમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહુવામાં લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી રહ્યું છે.

 ઠંડીનો આ માહોલ યથાવત રહેવાની શક્યતા

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં ઠંડીનો આ માહોલ યથાવત રહેવાની શક્યતા છે. વહેલી સવાર અને મોડી રાત્રે લોકો ઠંડીથી બચવા ગરમ કપડાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.


આ પણ વાંચો----    Gujarat News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સંગઠનમાં ફેરફાર, ભાજપે બે જિલ્લા અને એક શહેરમાં હોદ્દેદારો નિમ્યા